Very nice
----- Forwarded Message -----
From: Taljitsingh B. Virdi <taljitsingh@cimpor.com>
To:
Sent: Saturday, August 13, 2011 4:41 PM
Subject: SHRAVAN SPECIAL - "HAR HAR MAHADEV"
સોમનાથ મહાદેવના દર્શન
પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાવન શ્રાવણ માસની ઉજવણી શરૂ થઈ છે જેમાં સવાલક્ષ બિલ્વપૂજા અને મહામૃત્યુંજય મંત્ર જાપ યજ્ઞ અને ધ્વજા રોહણ તેમજ વિવિધ પુજાવિધીમાં હજારો દેશ વિદેશના ભાવિકો અને ભક્તજનોએ ઉમળકાભેર ભાગ લીધો છે. શ્રાવણ માસમાં તથા પ્રથમ સોમવારના પગપાળા ચાલી અને દુરથી વિવિધ યાત્રાસંઘો તથા કાવડીયા સંઘોના ભક્તજનો આવે છે.
કરો ગુજરાતના સુપ્રસિધ્ધ ૧૨ 'જ્યોતિર્લિંગ'ના એક સાથે દર્શન
પ્રથમ સોરઠે સોમનાથ... શિવની આરાધનાનો અવસર એટલે શ્રાવણ. શિવતત્વ એક જબરજસ્ત ખેંચાણ ધરાવે છે પ્રજામાં. દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ - સોમદેવ શિવ ઉપાસનાનું એ ચુંબકીય સ્થળ છે જ્યાં રોજના હજારો ભક્તો ભક્તિભાવથી ખેંચાઇ આવે છે. શ્રાવણી મેળાની સાથોસાથ શિવભક્તિથી આખું ગુજરાત રંગાઇ જાય છે. અહીં ગુજરાતના મુખ્ય ૧૨ જ્યોતિર્લિંગની એક તસવીરી ઝલક રજૂ કરી રહ્યા છીએ.
આ એવાં મંદિરો છે જે મંદિરો ગુજરાતની પ્રજાના મનમાં જ્યોતિર્લિંગ જેટલું જ મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતની પ્રજાની આસ્થાનાં સેંકડો મંદિરોમાંથી આ 'દ્વાદશ જ્યોતિર્લિંગ'નો અભિષેક આપના ઘર સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે. ભક્તો માટે શિવ એટલે ૨૪ X ૭ - ચોવીસે કલાક હાજરાહજુર ભગવાન. શિવમંદિરનાં દ્વાર ક્યારેય બંધ થતાં નથી, પરંતુ બંધ આંખે શિવસ્મરણ સાથે...
સોમનાથ-પ્રભાસપાટણ
હાટકેશ્વર મહાદેવ-વડનગર (ઉત્તર ગુજરાત)
ઘેલા સોમનાથ-જસદણ
ગરુડેશ્વર મહાદેવ-રાજપીપળા
ભીમનાથ મહાદેવ-ધંધુકા
તખ્તેશ્ચર મહાદેવ-ભાવનગર
ગળતેશ્વર મહાદેવ-ઠાસરા (આણંદ)
ઉત્કંઠેશ્વર મહાદેવ-કપડવંજ (ખેડા)
ભવનાથ મહાદેવ-જુનાગઢ
સ્તંભેશ્વર મ??ાદેવ-જંબુસર (ભરૂચ)
ગોપનાથ મહાદેવ-તળાજા
તડકેશ્વર મહાદેવ-વલસાડ
REGARDSTALJIT SINGH
0 comments:
Post a Comment